ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી

Khedut News All Update News Today News

ગુજરાત સરકારે, સહકારી બેંકોના પાક ધિરાણ પર 2% વ્યાજ રાહત પેટે ખેડૂતોને ચૂકવવાના રૂ.174.07 કરોડની સહાયને આપી મંજૂરી

કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોએ 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ.174.07 કરોડની સહાય ફાળવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના ખેડૂતોને આર્થિક રાહત આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેંકો દ્વારા ખેડૂતોને પોતાના ભંડોળમાંથી આપવામાં આવેલા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ રાહત પેટે રૂ.174.07 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્યના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી 10 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે.

રાજ્ય સરકારનો આ નિર્ણય સહકારી કૃષિ ધિરાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે ખેડૂતો પર વ્યાજનો બોજ ઘટાડવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી બેંકો મારફતે પાક ધિરાણ મેળવતા નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *